Gujarat

છોટાઉદેપુર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યું 

તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા સ્વાતંત્ર સેનાની આઝાદ હિન્દ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચાના વિવિધ મોરચાના હોદેદારો કાર્યકરો અને યુવાનો ઉપસ્થિત રહી રક્તદાન કરી નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, મહામંત્રી અંકુર પંચોલી, યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ, ગીરીશભાઈ રાઠવા, તેમજ વિવિધ મોરચાના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ની આઝાદી ના શહીદ વીર લડવૈયા હોય કે માતૃ ભૂમિ માટે જીવનનું બલિદાન આપનારા તમામ મહાપુરુષો ની યાદ માં છોટાઉદેપુર જિલ્લા ભાજપા તથા યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્ય કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે આ અંતર્ગત આજરોજ આઝાદ હિંદ ફોજના લડવૈયા સુભાષચંદ્ બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220123-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *