Gujarat

ગુજરાતમાં વધતા કેસ વચ્ચે બહુચરાજી મંદિર વધુ ૭ દિવસ બંધ રહેશે

મહેસાણા
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરને પણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા મહેસાણા જિલ્લામાં આવેલુ યાત્રાધામ બહુચરાજી મંદિર ૧૭ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. છ દિવસ સુધી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા, હવે વધુ એક સપ્તાહ માટે બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. જેને કારણે ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના મોટા ભાગના મંદિરો ધીરે ધીરે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ૩૧ જાન્યુઆરી સુધી બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *