Gujarat

જેતપુર તાલુકા પોલીસે સાંકળી ગામના પાટીયા પાસે ૧૧૫૫ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો.

જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દેશી દારૂ ભરેલ એક છોટા હાથી જૂનાગઢ તરફથી આવતું હોવાની બાતમીના આધારે સાંકળી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી ૧૧૫૫ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર બને શખ્સોની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
જેતપુર તાલુકા પોલીસના એ.એસ. આઈ ભુરાભાઈ માલીવાડ અને ચેતનભાઈ ઠાકોર પેટ્રોલીંગમાં હતાં. ત્યારે જૂનાગઢ બાજુથી શહેરી વિસ્તારમાં દેશી દારૂ આવતો હોવાની બાતમી મળી હતી. જેથી તેઓ સાંકળી ગામના પાટીયા પાસે વોચ ગોઠવતાં બાતમીવાળું સફેદ કલરનું છોટા હાથી જીજે ૭ વી ડબ્લ્યુ ૭૯૦૮ નંબરનું નીકળતા તેને રોકી તપાસ કરતા તેમાંથી પાંચ લીટરની પ્લાસ્ટીકના ૨૩૧ બૂંગીયા ૧૧૫૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલક સાંગા લખમણ મોરી રહે. ગાંધીગ્રામ જૂનાગઢ વાળા શખ્સની ધરપકડ કરી હતી. અને દારૂ વિશે પૂછતાં દારૂ જૂનાગઢના જ ગોવિંદ ઉર્ફે અબલુ નારણ મોરીએ મોકલ્યો હતો અને તે જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતા હરેશ દિલીપ પરમારે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ૨૩૨૦૦ રૂપિયાના દારૂ સહિત કુલ ૩૨૩૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220124-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *