International

ઓમિક્રોનની લહેર પૂરી થતાં કોરોનાનો અંત આવી જશે ઃ ડબ્લ્યુએચઓ

યુરોપ
આખા વિશ્વમાં કોરોનાનાં નવા ૨૨.૩૦ લાખ કેસ આવ્યા હતા. કોરોના સંક્રમિત વધુ ૪૮૫૬ લોકોનાં મોત થયા હતા. કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો ૩૫ કરોડને પાર કરીને ૩૫. ૨૪ કરોડ થયો હતો. કોરોનાને લીધે ૫૬.૧૬ લાખથી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. સારવાર પછી ૨૮ કરોડથી વધારે દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. હજી ૬.૬૫ કરોડથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં કે ઘરે સારવાર લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા એક તરફ કોરોનાનાં નવા કેસ અને મૃત્યુનું પ્રમાણ ઘટાડવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ત્યાં સોમવારે વધુ ૫૬ દર્દીઓનાં મોત થતા સત્તાવાળાઓમાં ચિંતા વધી હતી. બે વર્ષ પછી સરકાર સ્કુલો ચાલુ કરવા વિચારી રહી છે અને કેટલાક પ્રતિબંધો હળવા કરવા કવાયત હાથ ધરાઈ છે ત્યારે મોતમાં વધારાએ ચિંતા સર્જી છે. સ્કૂલો ચાલુ થાય તો સંક્રમણ વધી શકે છે.ઉૐર્ંનાં યુરોપનાં ડિરેકટર હન્સ ક્લોગે જણાવ્યું હતું કે ઓમિક્રોનની લહેર પૂરી થયા પછી યુરોપમાં કોરોનાની મહામારીનાં અંતની શરૂઆત થઈ જશે. તેનું સ્વરૂપ બદલાઈ જશે અને સમય જતા ઓમિક્રોન અને કોરોના સામાન્ય ફ્લૂ જેવા રોગમાં ફેરવાઈ જશે. આમ મહામારીનો એક તબક્કે અંત આવી જશે. માર્ચ સુધીમાં યુરોપનાં ૬૦ ટકા લોકોને ઓમિક્રોનનાં નવા વેરિઅન્ટનું સંક્રમણ થઈ ગયું હશે. યુરોપમાં કોરોનાનાં ઓમિક્રોનનાં કેસમાં તે પછી ઘટાડો થશે. થોડા અઠવાડીયા અને મહિનાઓ પછી વેક્સિનને કારણે આખા વિશ્વમાં લોકોની ઈમ્યુનિટીમાં વધારો થશે. આ પછી સંક્રમણ ઘટશે. આવતા વર્ષે ફરી કોરોનાનું આગમન થશે પણ તેનું સ્વરૂપ મહામારીનું નહીં હોય. યુએસનાં વાઈરોલોજિસ્ટ એન્થની ફૌસીએ પણ એવી જ આશા વ્યક્ત કરી હતી કે અમેરિકામાં હવે નવા કેસમાં સતત ઘટાડો થશે. જર્મનીમાં નવા ૬૩,૩૯૩ કેસ આવ્યા હતા પરિણામે કુલ કેસનો આંકડો ૮૭,૪૪,૮૪૦ થયો હતો જ્યારે વધુ ૨૮ લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૧૬,૭૪૬ થયો હતો. બ્રસેલ્સમાં કોરોના પ્રતિબંધો ફરી લાદવાનાં વિરોધમાં હજારો લોકોએ દેખાવો કર્યા હતા. પોલીસે લોકોને વિખેરવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યા હતો અને ટિયરગેસ છોડયા હતા.

WHO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *