દીવ
સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં નોકરી કરતા ૬ મિત્ર રજા હોવાથી કાર લઈને દીવ ફરવા માટે આવ્યા હતા અને બપોરના ૪ વાગ્યાની આસપાસ નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી સમુદ્રનાં મોજાં સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ ઊંચું મોજું ઊછળતાં દુર્ગા પ્રસાદ વેકતરાવ ઘેરીડી (ઉં.વ.૩૮) રહે. આંધ્રપ્રદેશ દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો. એની જાણ થતાં નાગવાની સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની મદદથી આ યુવાનને દરિયાના પાણીમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જાેકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયો હતો. આ બનાવની જાણ મૃતકની પત્નીને કરવામાં આવી હતી. મૃતક યુવાનને બે બાળક પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે પિતાની છત્રછાયાં ગુવામતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ બનાવને લઈ નાગવા પોલીસ ચોકી ઈન્ચાર્જ ભાઈદાસ સોલંકી, હે.કો. અરવિંદ બારૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન દરિયામાં ગરક થઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.


