Gujarat

વલસાડના પારનેરા ડુંગર ઉપર રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી

વલસાડ
વલસાડ શહેર નજીક પારનેરા ડુંગર ઉપર મોડી રાતે રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. ભારે પવન હોવાથી આગ વધુ વિકરાળ બનતી જતી હતી. આ ઘટનાની જાણ થતા પારનેરા મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પારનેરા ડુંગર ઉપર લાગેલી આગની જાણ પારનેરા, ચિચવાડા અને અતુલના સ્થાનિમ યુવકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવકોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. મેળવવામાં તકલીફ પડી રહી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

The-fire-was-brought-under-control-after-a-three-hour-struggle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *