Gujarat

વંથલી પોલીસ સ્ટેશને દલિત મહિલાઓનો હલ્લાબોલ

ડો. બાબાસાહેબ આંબેડકર નો ફોટો પી.એસ.આઇ ડોડીયા દ્વારા ઉતારી લેવાતા સમગ્ર દલિત સમાજ લાલઘુમ……
 એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા સમગ્ર દલિત સમાજની બુલંદ માંગ…..
વંથલી
ભારત દેશને આઝાદીના 70 વર્ષથી વધુ થવા આવ્યા છે. ત્યારે હજુ પણ ભારત દેશમાં દલિતોને અશપુષ્યજો જ ગણવામાં આવતા હોય તેમ છાશવારે અનેક બનાવો બનતા આવ્યા છે.
         હાલ જ વંથલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ચેમ્બરમાં વર્ષોથી લગાવેલા ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો હટાવી લેતા સમગ્ર દલિત સમાજમાં રોજ ભભૂકી ઉઠયો હતો. આ બાબતે વંથલીના યુવાને ફેસબુક પર વીડિયો વાયરલ કરતા દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાર દિવસમાં મૂળ ફોટો મૂળ જગ્યાએ સન્માનભેર લગાડી આપવાની બાંહેધરી ના પગલે આંદોલન સમેટાયું હતું. પરંતુ આજે ફરી કોઈ કાર્યવાહી ન થતાં વંથલી પોલીસ સ્ટેશન સામે માંડવા નાખી દલિત સમાજ બેસી ગયો હતો દલિત વિરોધી માનસિકતા ધરાવતો પી.એસ.આઇ ડોડીયા વિરોધ એક્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની અટલ માંગ સાથે દલિત સમાજ રોષે ભરાયો છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220125_174009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *