રિપોર્ટ.મકસુદ કારીગર
કઠલાલ કઠલાલ માં જવાહર નવોદય વિદ્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ભાષણ પ્રતિયોગીતા યોજવામાં આવી. સાથે સાથે પુસ્તક પ્રદર્શન પણ યોજવામાં આવ્યુ. આ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જીવન પર ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.અને આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.


