નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ભૂલી ભવાની પોલ્ટ્રી ફાર્મ પર રહેતા દંપતીએ કોઈ ઝેરી દવા ગટગટાવી હતી,જે પૈકી પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે પત્ની નડીઆદ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.
મહુધા તાલુકાના ભૂલી ભવાની ગામની સીમમાં ઈકબાલભાઈ મલેકનું પોલ ટ્રી ફાર્મ આવેલ છે આ પોલ ટ્રી ફાર્મ પર અશોક વિરન ગોડ તેમજ તેની પત્ની આરતીબેન રે.એમ.પી. મજૂરીકામ અર્થે રહેતાં હતાં.શનિવાર સાંજથી રાત્રે કોઈ પણ સમયે આ દંપતીએ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.આજે સવારે ફાર્મ પર મજૂરી કરતાં બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. બંનેના મોંમાંથી ફીણ નીકલતું જોવા મળ્યું હતું.જે પૈકી અશોક વીરન ગોડ ઉંમર૩૨ વર્ષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે આરતીબેન ની હાલત ગંભીર હોઈ તુરત જ મહુધા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે આરતીબેન ને નડીઆદ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેણીની તબિયત નાજુક હોવાનું જાણવા મળેલ છે.આ દંપતીએ કેમ ઝેરી દવા પીધી તેનું રહસ્ય આરતીબેન ભાનમાં આવ્યા બાદ જ જાણી શકાશે .
આ બનાવ અંગે અહેસાન હુસેન આઝમમિયા મલેક એ જાણ કરતાં મહુધા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


