જેમાં હાથીખાણ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તેમજ શિક્ષકો ના પ્રશ્નો માટે હર હમેંશ માટે શિક્ષકો ની પડખે રેહનાર રાઠવા તનસીંગભાઈ ની કવાંટ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી.તેમજ શિક્ષકોના પ્રશ્નો ને વાચા આપનાર કડીપાણી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ને કવાંટ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી.કરજવાંટ પ્રાથમિક ગ્રુપ શાળાના ગૃપાચાર્ય શ્રી સોમસીંગભાઈ રાઠવા ની વરિષ્ટ ઉપાધ્યક્ષ,મોગરા સી.આર.સી.પવાર રમણભાઈ ની ઉપાધ્યક્ષ તરીકે,મુંડામોર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાઠવા માલસીંગભાઈ ની સંગઠન મંત્રી તરીકે તથા મહિલા ઉપાધ્યક્ષ તરીકે વીજળી પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન શ્રી રાઠવા રવિતાબેન રાઠવાની વરણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી ના બોર્ડ ઓફ મેમ્બર શ્રી મુકેશભાઈ રાઠવા મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા.તેમજ છોટાઉદેપુર જીલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ પંચોલી ઘનશ્યામભાઈ અને તેમની પૂરી ટીમ ઉપસ્થિત રહી તાલુકાના તમામ હોદ્દેદારો નું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


