Gujarat

રાજકોટમાં પીઆઈ સહિત અન્ય ૪ પોલીસકર્મીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદવાદ
રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.જેને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં પોલીસની કામગીરીને પડકારી હતી, જે મામલે હાઇકોર્ટે અગાઉ પણ આ પોલીસ કર્મીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. પ્રતિવાદીઓને અગાઉ ૨ વાર આ બાબતે સમાધાન કરવા માટે સમય આપ્યો હતો, જાેકે હજુ તે નથી થયું. જેથી હવે કોર્ટે ૧ ફેબ્રુઆરીએ ૫ પોલીસકર્મીઓ પર ચાર્જ ફ્રેમ કરવા કહ્યું છે. અગાઉની સુનાવણીમાં પ્રતિવાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે આરોપી હજુ જેલમાં છે, જેથી હજુ સમય આપવામાં આવે, કારણ કે આરોપી સાથે મળી આ મામલે વિસ્તુત ચર્ચા નથી કરી શક્યા. જેને લઈ કોર્ટે ટકોર કરી હતી કે પોલીસને જેલમાં બંધ અરોપીને મળવામાં શુ મુશ્કેલી પડે છે!કોર્ટે ૫ પ્રતિવાદી પોલીસકર્મીઓને ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. અરજદારે પશ્ચિમ બંગાળના બી.કે બાસુ વર્સીસ સ્ટેટ બંગાળના વર્ષ ૧૯૯૭ કેસના આધારે, સુપ્રિમ કોર્ટે કોઈ અરોપીની ધરપકડ થયા બાદ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જાેઈએ તે અંગે ગાઈડ જારી કરવામાં આવી હતી. જેનો સંદર્ભ ટાંકી અરજદાર સાથે થયેલ વર્તન અને પોલીસની કામગીરી અને પડકારવામાં આવી હતી. અગાઉ પોલીસ વિભાગ તરફથી દલીલ કરવામાં આવી કે ધરપકડ કરાયેલા આરોપી ભૂતકાળમાં ઘણી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. તેની ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત એડવોકેટે કોર્ટ સમક્ષ એ વાત પણ મૂકી કે, આરોપી સામે કોઈ ફરિયાદ નોંધાવી રહ્યું હતું નહીં, જેથી લોકોમાં ઘરનું વાતાવરણ ન રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો અને જાગૃતતા આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.વર્ષ ૨૦૧૭માં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં આ ધરપકડ ગેરકાયદેસર હોવા ઉપરાંત પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના દાવા સાથે અરજી કરવામાં આવી હતી.આ મામલે ગુજરાત હાઈકોર્ટે સખત વલણ અપનાવતા પીઆઈ સહિત અન્ય ૪ પોલીસ કર્મીઓ સામે ચાર્જફ્રેમ કરવા આદેશ કર્યો છે.આ કેસમા અરજદાર વતી હાજર થયેલ એડવોકેટ જયપ્રકાશ ઉમટે ગુજરાત હાઇકોર્ટમાં બી.કે બાસુ વર્સીસ સ્ટેટ બંગાળના વર્ષ ૧૯૯૭ કેસને ધ્યાને લેવા રજુઆત કરી હતી.

Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *