Gujarat

“નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ માં ભાગલેવા તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજી મોકલવાની રહેશે

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા ચાલુ વર્ષે નર્મદા સેવા અને શ્રમ શિબિર”- ૨૦૨૧-૨૨ કાર્યક્ર્મ યોજવામાં આવનાર છે. ચાલુ વર્ષે ૭ (સાત) દિવસ માટે આ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ (એકસો પચાસ) યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.

આ શિબિરમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતિઓ કે જેમની ઉમંર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમણે સાદા કાગળ ઉપર (૧) પોતાનુ નામ સરનામુ, મોબાઇલ નંબર (૨) જન્મતારીખ (૩) શૈક્ષણીક લાયકાત (૪) વ્યવસાય (૫) એન.સી.સી / પર્વતારોહણ/ રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત (૬) શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનુ દાક્તરી પ્રમાણપત્ર (૭) વાલીની સંમતી (૮) તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો (૯) ઓડખકાર્ડ (૧૦) અગાઉ આ કાર્યક્ર્મમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી, બીજો માળ રૂમ નં ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા નર્મદાને મોકલી આપવાની રહેશે.

પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૫૦ યુવક-યુવતિઓની આ શિબિરમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનુ ભાડુ સરકારશ્રી તરફથી આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું  છે.

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *