Gujarat

સાવરકુંડલા શહેરનાં વીરદાદાજસરાજ સેના દ્વારા અહીંનાં સેવાભાવી તબીબ ડો. મયૂર પારઘી દ્વારા શહેરના ગરીબ વર્ગના લોકો માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરની સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા વીરદાદાજસરાજ સેના દ્વારા અહીંનાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત ડો. મયૂર પારઘી નાં આર્થિક સહયોગથી આ શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી શહેરનાં ગરીબ વર્ગના લોકો માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય સંસ્થાના હિતેષ સરૈયા, હાર્દિક ખીમાણી, મનોજ વણઝારા, આનંદ વણઝારા, સન્ની વણઝારા, સુજય ખીમાણી, ધ્રુવીલ રાયચુરા, મનીષ સવાણી અને ભાવેશ દોશી સમેત આ સંસ્થાના તમામ સેવાભાવી સભ્યોએ સાથે રહીને ધાબળા વિતરણ કર્યું હતું. આમ વીરદાદાજસરાજ સેના દ્વારા આવી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થતી જ રહે છે. શહેરમા પણ આ સંસ્થાનાં  સેવાકાર્યોની ઝલક જોવા મળે છે.

IMG-20220127-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *