વલસાડ
રાજ્ય સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીના નેજા હેઠળ લેવાયેલા મહત્વના ર્નિણય હેઠળ રાજ્યના ૧૭ નગર-મહાનગરોમાં રાત્રી કરફ્યુ હેઠળ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ અને વાપી તાલુકામાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો હતો. જે રાત્રી કરફ્યુ ૨૨ જાન્યુઆરીથી અગામી તારીખ ૨૯ જાન્યુઆરી સુધી રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ કલાક સુધી કાયમ રહેશે. આ રાત્રી કરફ્યુને કડક બનાવવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ અને વાપી વિસ્તારમાં પી.આઈ, પી.એસ.આઇ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિતની ટીમ રાત્રી કરફ્યુ કરાવવા અને લોકોને ઘરે સુરક્ષિત રાખવા કામે લાગી ગઈ છે. ત્યારે આ રાત્રી કરફ્યુમાં અમુક જ સેવાકિય કામગીરી કે ઇમરજન્સી કામગીરીને છૂટ આપવામાં આવી છે. આ રાત્રી કરફ્યુ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ કલાક સુધી રહેશે. જાે આ સમય દરમ્યાન કાયદાનું ઉલ્લંઘન કરતા કોઈ પકડાશે તો પોલીસ તેની સામે કાયદાકીય પગલાં ભરશે, સાથે જ આવશ્યક ચીજ વસ્તુઓની પરિવહન, પોસ્ટ, ડીઝલ, સીએન.જી, સેવાઓ સાથે સંકળાયેલ લોકોને છૂટ મળી છે. ઉપરાંત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલ કર્મચારીઓને પણ આ રાત્રી કરફ્યુમાંથી રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. નાઈટ કરફ્યુની અમલવારી દરમ્યાન વાપી શહેરમાંથી ૧૧૯ અને વલસાડ શહેરમાંથી ૮૨ વ્યક્તિઓ સામે કાયદાવાડી કરવામાં આવી હતી. નાઈટ કરફ્યુનો ભંગ કરતા વાહન ચાલકો અને લોકોને કાયદાનું પાલન કરવવામાં આવ્યું હતું. નાઈટ કરફ્યુ દરમ્યાન કાયદાનો ભંગ કરતા ઝડપી વલસાડ પોલીસે કાયદાવાળી કરી હતી. માત્ર ૬ દિવસમાં નાઈટ કરફ્યુનો ભંગ કરતા કુલ ૨૦૧ લોકોને ઝડપી એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં નાઈટ કરફ્યુની અમલવારી થી કોરોના સંક્રમણ ઘડતું જાેવા પણ મળી રહ્યું છે. છેલ્લા ૪ દિવસમાં ૧૦૦થી ૨૦૦ વચ્ચે આંકડા જાહેર થયા હતા.વલસાડ જિલ્લામાં અને વલસાડ તાલુકામાં વધી રહેલા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા રાજ્ય સરકારે નાઈટ કરકયુની જાહેરાત કરી છે. ૨૨ જાન્યુઆરીથી વલસાડ અને વાપી શહેર સહિત ૧૭ નવા શહેરોમાં ૨૯ જાન્યુઆરી સુધી નાઈટ કરફ્યુની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. જેને લઈને ૨૨ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી નાઈટ કરફ્યુ દરમ્યાન અમલવારી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. વલસાડ શહેરમાં નાઈટ કરફ્યુ દરમ્યાન ૮૨, વાપીમાં ૧૧૯ વાહન ચાલકોને નાઈટ કરફ્યુનો ભંગ કરતા ઝડપી પાડી કાર્યવાહી કરાઈ હતી.


