Gujarat

બાટવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટીંગ મળી

બાટવા પોલીસ સ્ટેશન દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. પ્રીતિબા ઝાલાએ જણાવ્યું કે ધંધુકામાં જે બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં કોઈ કોમી લાગણી ઉશ્કેરાય તે પ્રકારના બનાવ ન બને તે બાબતે ખાસ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. શહેરમાં હાલમાં શાંતિ છે પરંતુ મોબાઈલ મેસેજ દ્વારા કોઈપણ હિન્દુ-મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ એ પ્રકારના મેસેજ જો કરશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ પ્રશ્ન હોય તો મને વિના સંકોચે મારા મોબાઈલ નંબર પર ફોન કરવા અથવા તો બાટવા પોલીસ સ્ટેશનના નંબર ઉપર ફોન કરશો તો એ તાત્કાલિક એનો ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.બાટવામાં હિન્દુ-મુસ્લિમ સમાજની એકતા છે અને કાયમ ભાઈચારાથી રહેશું તેવી બન્ને સમાજના આગેવાનોએ ખાતરી આપી હતી

તસવીર -અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220201-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *