Gujarat

જેતપુર તાલુકાના વાડસડા ગામની જર્જરિત હાઇસ્કુલ ગતિશીલ ગુજરાતની એક એવી હાઇસ્કુલ જ્યાં બાળકોએ મોતના ભયના ઓથાર હેઠળ કરવો પડે છે અભ્યાસ..

રાજ્ય સરકાર નું સ્લોગન ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જે સૂત્ર જેતપુર તાલુકાના વાડસડા ગામમાં આવેલ માધ્યમિક સ્કૂલને લાગુ નો પડતું હોઈ તેવું લાગી રહ્યું છે..
જેતપુર તાલુકાની એક એવી શાળાની વાત જ્યાં જીવના જોખમે બાળકો અભ્યાસ માટે મજબૂર બન્યા છે. અહીં પળેપળ મોતના ડરે વિદ્યાર્થીઓ હવે શાળાએ અભ્યાસે આવતા પણ ડરી રહ્યા છે.તેમજ ભણવા માટે બહાર બેસી ભણવા મજબુર બન્યા છે.
જેતપુર તાલુકાનું વાડસડા ગામ જ્યાં માધ્યમિક શાળાની હાલત અત્યંત જર્જરીત છે. અહીં આ શાળામાં સૌ ભણે આગળ વધેના સુત્રો તો લખાયા છે. પરંતુ અહીંની આ જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે જીવનું જોખમ તોળાઇ રહ્યું છે.અહીં ધો.9 અને 10 માન્યતા ધરાવર્તી હાઇસ્કુલમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અર્થે આવે છે પરંતુ સ્કુલની દિવાલો પર પડેલી આ તિરાડો અને બહાર આવી ગયેલા આ સળિયા જોઇને શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ ડરી રહ્યા છે. તેઓની બસ એક જ માંગ છે કે તેમના ગામમાં હાઇસ્કુલનું નવીનિકરણ કરવામા આવે
આ હાઇસ્કુલની સ્થાપના ૧૯૮૧ માં થઈ હતી હાલ આ સ્કૂલ જૂની હોવાથી હાલ જર્જરિત બની છે આ સ્કૂલમાં આજુબાજુના 3 થી 4 ગામ વચ્ચે આ એકમાત્ર હાઈસ્કુલની હાલત દયનીય છે. આ જર્જરીત સ્કુલના કારણે વાલીઓ તેમના બાળકોને જેતપુર અથવા ગોંડલ  દૂર સુધી મોકલવા મજબૂર બન્યા છે પરંતુ જો આ સ્કુલનું નવીનિકરણ થાય તો આ ગામ તેમજ અન્ય આજુબાજુના ગામના બાળકોને યોગ્ય અભ્યાસ મળી શકે.
ગ્રામજનો તેમજ આગેવાનોએ જણાવ્યા અનુસાર આ બિલ્ડીંગ ઘણા સમયથી જજરીત હોઈ આ બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને વિધાર્થીઓ ત્રણે ઋતુમાં બહાર ભણવા મજબુર બન્યા છે.ત્યારે આ હાઇસ્કુલનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વાલીઓ તેમજ ગ્રામજનો કરી જો તાત્કાલિક અસરથી આ સ્કૂલનું રીનોવેશન કે નવીનીકરણ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220201-183540__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *