બોટાદ જીલ્લાના રાણપુરમાં આજરોજ સવારે શરીફભાઈ રિક્ષાવાળા ને પાકીટ મળ્યું હતું તે રાણપુર પોલીસ સ્ટેશનમાં આપી ગયા હતા.આ જ્યારે પોલીસે તપાસ કરતા આ પાકીટ માં જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ હોય પોલીસે શૈલેષભાઈ ભગુભાઈ મીઠાપરા નામના વ્યક્તી નું પાકીટ હોવાનુ જાણવા મળતા પોલીસ સ્ટેશન સ્ટાફના લાલભા એમ.ખેર એ પાકીટના માલીક ને શોધી પાકીટ મુળ માલીકને પાછુ આપી રીક્ષા ચાલકની પ્રામાણિકતા અને પોલીસની કામગીરીથી લોકો પ્રભાવીત થયા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


