સુરત
વિદ્યાર્થી ભૂલ સ્વીકારી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. તેમ છતાં બસનો જવાબદાર ડ્રાઇવર વિદ્યાર્થીને લાફા અને મુક્કા મારી રહી રહ્યો છે. વિદ્યાર્થી નુકશાનના પૈસા આપવા પણ તૈયાર હતો. છતાં ડ્રાઇવર માસુમ વિદ્યાર્થી પર તૂટી પડતો હોય એ સ્પષ્ટ વીડિયોમાં દેખાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં જ પોતાની જિંદગી જીવી લેતા હોય છે. ગીત ગાવા, મસ્તી કરવી અને મિત્રો સાથે થોડી વાર્તા લાપ કરવો, પણ જાેર જાેરમાં વાત કરતા વિદ્યાર્થીઓના ઘોંઘાટથી ડ્રાઇવરે પર્વત પાટિયા બીઆરટીએસ બસ ઉભી રાખી વિદ્યાર્થીઓને જબજસ્તી ઉતારી દેવા એ કેટલું યોગ્ય કહી શકાય. ડ્રાઇવરની શરૂઆત બાદ વિદ્યાર્થીઓ સાથે ધક્કા મુક્કામાં કાચ તુટીયો હતો. વિદ્યાર્થીઓએ બાબતને સ્વીકારી રહ્યા હતાં. વિદ્યાર્થીઓ એ કોઈ વિરોધ કે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ન હતું. ડ્રાઈવર અને તેની સાથેના પાસે પોલીસના માસ્ક અને દંડા પણ હતાં. આખો લાઈવ વીડિયો છે. બસ લાફા ખાનાર વિદ્યાર્થીને ન્યાય મળવો જાેઈએ તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ડ્રાઇવરે એક વિદ્યાર્થીને લાફા અને મુક્કા મારતો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહી, પણ બસમાં ફ્રી સમયમાં ડીંગા મસ્તી કરતા વિદ્યાર્થીઓને બસ ઉભી રાખી ઉતારી દેવાયા બાદ ઢીક્કા મુક્કીમાં બસનો કાચ તૂટી જતા ડ્રાઇવર આક્રોશમાં આવી વિદ્યાર્થી પર તૂટી પડ્યો હોવાનું નજરે જાેનાર વિદ્યાર્થીએ નામ ન લખવાની શરતે જણાવ્યું છે.


