Gujarat

સુરતની પરણીતાને નોકરીના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મ કરવામાં આવ્યો

સુરત
નાના વરાછામાં ૩૧ વર્ષીય પરણિતા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ ઉપરાંત ૨ દીકરી છે. પતિ રત્ન કલાકાર છે. ૨ વર્ષ પહેલાં રૂપાલી એક નર્સરીમાં નોકરી કરતી હતી. કોરોનામાં નર્સરી બંધ થતાં બેકાર થઈ હતી. બહેનપણીને વાત કરતાં તેણે માનેલા ભાઈ પારસ ઝાલાવડિયા (રહે,સરથાણા જકાતનાકા)નો નંબર આપ્યો હતો. તેથી રૂપાલીએ પારસને નોકરી માટે વાત કરી હતી. પારસે રૂપાલીને કહ્યું હતું કે ડી.આર.વર્લ્‌ડમાં એક નોકરી છે, એવું કહીને પારસ રૂપાલીને ઉર્ંઉ હોટલ લઈ ગયો હતો. ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે. બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓનાં ગળાં કાપી નાખીશ એવી ધમકી આપીને રૂપાલીના મોઢામાં રૂમાલનો ડુચો મારીને તેના પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોના આધારે ઉર્ંઉ હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો. ત્રસ્ત રૂપાલીએ પતિને વાત કર્યા બાદ પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ રૂપાલીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ૧૦ જાન્યુઆરીના રોજ પારસે રૂપાલીને ફોન કરીને સાથે આવવા બોલાવતો હતો. રૂપાલીએ સાથે આવવાની ના પાડતાં પારસે તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. તેથી બે મહિનાની દીકરીને લઈને પારસ સાથે ગઈ હતી. પારસ તેને ઉર્ંઉ હોટલ લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. તે અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *