Gujarat

સુરતમાં સૂમન શાળાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના દુરૂપયોગ વિશે માહિત આપી

સુરત
સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલી સુમન શાળા નંબર ૭માં ૩૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા માટે તેમજ સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે પણ સમજ આપવામાં આવી હતી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર તમામ વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ જાે આ તમામ ક્રાઇમને લઈને એલર્ટ રહેશે. તો તેમના પરિવારને પણ તેઓ સાવધ કરી શકે છે. બાળકોને બેન્કિંગ ફોર્ડ, ફેક આઈડી, સોશિયલ મીડિયાનો વધુ પડતો દુરુપયોગ, ઓનલાઇન સાયબર ક્રાઇમાં કેવી રીતે છેતરપિંડી થાય છે.તે સહીતના કિસ્સાઓ સાથે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમ વોલેન્ટીયર ઝહીર હકીમજીએ જણાવ્યું કે, બાળકોને ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમને લઈને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. બાળકો અત્યારથી જ આ પાઠ ભણશે, તો તેઓ પોતાને પણ તે ખૂબ જ મદદરૂપ થશે. તેમના પરિવારના સભ્યોને પણ તેઓ મદદ કરી શકશે. સોશિયલ મીડિયા ઉપર બાળકો ખૂબ સમય પસાર કરતા હોય છે. તેનાથી પણ તેમણે કેવી રીતે સાવધાન રહેવું જાેઇએ. તે અંગે પણ તેમણે તમામ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેથી કરીને તેઓ કોઈ ખોટી જગ્યાએ પોતાનો સમય ન વેડફી તેમનું ભવિષ્ય ખરાબ કરી શકે તેવા વ્યક્તિના સંપર્કમાં ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *