Gujarat

ધંધોડી ગામે વાસમો પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર  થયો હોવાનો ગ્રામજનો નો આક્ષેપ.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ધંધોડી ગામે વાસમો પ્રોજેકટમાં પાણીની ટાંકી અને પાણીની પાઇપ લાઈનનું કામ  કરવામાં આવેલ જે કામમાં મોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોય એવા આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા તપાસ ની માગ ઉઠી છે ,હાલ નવી પાણીની ટાંકીને બે મહિના થયા ન હોવા છતાં પગથિયાં તૂટવા માંડ્યા છે તેમજ પાણીની પાઇપ લાઇન પણ પ્લાન મુજબ બનેલ નથી  જે બાબતે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત માં રજુઆત કરવામાં આવી છે જ્યારે આમાં સ્થાનિક વહિવટ કર્તા ની સાથે અન્ય ની પણ  મીલી ભગતના કારણે ગેરરીતિ કરવામાં આવી  છે તેવા આક્ષેપો કરાયા છે અને તેની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રી  ને રજુઆત કરવામાં આવી છે

IMG-20220131-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *