પાલનપુર
ગુજરાત રાજ્યમાં આશરે ૨૩,૯૦૦ જલપ્લાવિત વિસ્તારો આવેલા છે.જેમાં દરિયાકાંઠા, અંતરિયાળ કે નાના જળપ્લાવિત વિસ્તારનો સમાવેશ થાય છે. ભૂગર્ભજળ રિચાર્જ થાય છે. રાજ્યનું જંગલખાતું લગભગ ૧૨૦૦ જેટલા જળપ્લાવિત વિસ્તાર નું રક્ષણ કરી રહ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડા, મુક્તેશ્વર ડેમ સહિત અમીરગઢ દાંતાની લઘુ સિંચાઈ સ્કીમ હેઠળ આવરી લેવાયેલો વિસ્તાર વેટલેન્ડ તરીકે જાણીતો છે. ઉપરાંત થોળ કચ્છના વિસ્તારોમાં પણ વેટલેન્ડ એરિયામાં પક્ષીઓનું આશ્રયસ્થાન છે.વિશ્વ જળ પ્લાવિત દિવસ પૃથ્વી પરના એવા વિસ્તારો કે જે જળચક્ર, જમીનમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં, કુદરતમાં કાર્બન અને નાઈટ્રોજનનુ સમતોલન જાળવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. ૨ ફેબ્રુઆરી ૧૯૭૧થી ‘આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ’ તરીકે ઉજવાય છે. આ વિસ્તારમાં વધારાનું પાણી જમા થવાથી જમીનની ખારાશ પણ અટકાવી શકાય છે. ગુજરાતમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ૧૭.૫ ટકા વિસ્તારમાં જળ પ્લાવિત વિસ્તાર ફેલાયેલો છે. તેની આસપાસમાં જ મોટી સંખ્યામાં માનવ સભ્યતા સ્થાયી થઇ છે અને વિકસી છે.
