Gujarat

રાજકોટમાં ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી

રાજકોટ
રાજકોટના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસિંગ આવાસ યોજનાના એક ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી હતી. મધુબેન ઉઠ્‌યા ત્યારે ગેસનો બાટલો લીક થયો હતો. ગેસ ઘરમાં પ્રસરી ગયો હતો અને લાઈટની સ્વિચ ચાલુ કરતા વિકરાળ આગ લાગી હતી. આગની ઝપેટમાં મધુબેન આવી ગયા હતા અને ૯૦ ટકા શરીર દાઝી ગયું હતું. પત્નીની ચીચીયારીથી રૂમમાં સૂતેલા પતિ દિનેશભાઈ જાગી ગયા હતા અને મધુબેનના શરીરે લાગેલી આગ ઠારી હતી. પરંતુ દિનેશભાઇ પણ હાથના ભાગે દાઝી ગયા હતા. ભીષણ આગથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બાદમાં સ્થાનિક લોકોએ દંપતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. પ્રચંડ ધડાકાથી ઘરના બારી-દરવાજા પણ તૂટી ગયા છે. ઘરમાં એક પણ વસ્તુ બચી નથી. મારો દીકરો નીચે હોવાથી તે બચી ગયો છે. નહીંતર એ પણ આગની લપેટમાં આવી જાત. બટાલાનો અવાજ થયો હતો. મને હાથના ભાગે ચામડી ઉખડી ગઈ છે. જયારે મારી પત્નીના વાળ બળી ગયા છે અને મોઢે, હાથ-પગ સહિત આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ છે. બે મહિના પહેલા જ રહેવા ગયા હતા. આઠ-સવા આઠ વાગ્યાની આસપાસ હું કોલેજની વિદ્યાર્થિનીઓએને કોલેજ મૂકવા જતો હતો ત્યારે ઓચિંતાનો અવાજ આવ્યો. બારીના કાચ તૂટી ગયા હતા અંદરથી વરાળ નીકળી રહી હતી. બાદમાં આજુબાજુના ક્વાર્ટરવાળા ભેગા થઈને જાેયું તો મધુબેન દાઝી ગયા હતા. ભીમજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, સવારે આઠ વાગ્યે મધુબેન ઉઠ્‌યા અને લાઈટની સ્વીચ ચાલુ કરી તો સીધી આગ લાગી અને મધુબેન દાઝી ગયા. ગેસનો બાટલો ફાટ્યો નથી પણ રેગ્યુલેટર તૂટી ગયું હોવાથી ગેસ ઘરમાં પ્રસરી ગયો અને લાઈટની સ્વિચ ચાલુ કરી તો આગ લાગી.

Gas-bottle-leaking-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *