નવીદિલ્હી
અસદુદ્દીન ઓવૈસીને ઝેડ શ્રેણીની સુરક્ષામાં ૨૨ સુરક્ષાકર્મીઓ મળશે. જે તેની સાથે ૨૪ કલાક રહેશે. તે જ સમયે, તેમના નિવાસસ્થાન પર વ્યક્તિગત સુરક્ષા અધિકારી અને સુરક્ષા પણ હશે. હુમલા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મેં મારી રાજકીય કારકિર્દી ૧૯૯૪થી શરૂ કરી હતી, આજ સુધી મેં કોઈ પ્રકારની સુરક્ષા લીધી નથી, મને પસંદ નથી. મારુ રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે હું ભવિષ્યમાં પણ ક્યારેય સુરક્ષા નહીં લઈશ. જ્યારે મારો સમય આવશે, ત્યારે હું નીકળી જઈશ. એડીજી પ્રશાંત કુમારે શુક્રવારે કહ્યું કે ઓવૈસી પર હુમલો કરનારા બંને આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આમાં કલમ ૩૦૭ લગાવવામાં આવી છે. હ્લૈંઇમાં સચિન શર્મા અને શુભમના નામ નોંધવામાં આવ્યા છે. આજે ૧૨ વાગ્યા બાદ બંને આરોપીઓને હાપુડ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા તેમની કસ્ટડી માંગવામાં આવશે. ઓવૈસી પર હુમલાને લઈને યુપી પોલીસ આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ગુરુવારે અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના કિથોરમાં મેરઠમાં ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈને દિલ્હી પરત ફરી રહ્યા હતા. જારસી ટોલ પ્લાઝા પાસે તેમની કાર પર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. બાદમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.હવે કેન્દ્ર સરકારે અસદુદ્દીન ઓવૈસીને ઢ શ્રેણીની સુરક્ષા આપવાનો ર્નિણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે, જેમાં સીઆરપીએફ જવાન હશે. જણાવી દઈએ કે કેન્દ્રનો આ ર્નિણય યુપીમાં ઓવૈસીના કાફલા પર ફાયરિંગ બાદ લેવામાં આવ્યો છે. ચીફ ઓવૈસીનો કાફલા હાપુર ટોલ પ્લાઝા પર ફાયરિંગ થયું હતું.
