Gujarat

જામનગરમાં વીજ કર્મચારી સાથે બોલાચાલી કરાઈ

જામનગર
જામનગરના લીમડાલેન વિસ્તારમાં રૂપસંગ બાપુના ડેલામાં રામસંગ નટુજી પર, સેન્ટ્રલ ઝોન વીજ હેઠળની વીજતંત્રની એક ટુકડી બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે ગઈ હતી અને વીજ મીટર ઉતારી લેવાનો પ્રયાસ કરાયો હતો. જે દરમિયાન વીજ ગ્રાહકના પરિવારના સભ્યોએ મીટર ઉતારવા દીધું ન હતું અને રકઝક કરી હતી. જેથી વીજ ટુકડી કચેરીએ પરત ફરી હતી, અને નાણાં ભરી જવા જણાવ્યું હતું. દરમિયાન વીજ ગ્રાહકના પરિવારના પુરૂષ સભ્યએ વીજ કચેરીએ આવીને હંગામોમચાવ્યો હતો અને ટેબલ પર પછાડયા હતા તેમજ કોણ મીટર ઉતારવા માગે છે? તેમ કહી ધાક ધમકી આપી હતી અને કચેરીની બહાર નીકળશે એને હું જાેઈ લઈશ અને પતાવી નાખવાની ધમકી દઇ ફરજમાં રૂકાવટ ઉભી કરતા મામલો ગરમાયો હતો ત્યાર બાદ આખરે સેન્ટ્રલ ઝોન સબ ડિવીઝન હેઠળના નાયબ ઈજનેર દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર સમક્ષ વીજ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તેમજ ધમકી અને વીજ કચેરીમાં ધમપછાડા કરી તોડવાનો પ્રયાસ કરવા અંગેની લેખિત ફરિયાદ અરજી આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પી.જી.વી.સી.એલ.ની કચેરીમાં આ મામલે ૧૦ મિનિટ સુધી રકઝક ચાલી હતી. અને ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સાથે પણ ઓણછાજતું વતન કરનાર વીજ ગ્રાહકોનો વીડિયો પણ બનાવી લેવાયો હતો જે વીડીયા નો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Electricity-meter.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *