Gujarat

માંડવીના ખેડપુરમાં બાઈક સવારને અજાણ્યા વાહને અથડાતા મોત

સુરત
માંડવીના ખેડપુર તાપી બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લઈ હવામાં ઉછાળ્યો હતો. બાદમાં ભાગી જતા બાઈક ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શુક્રવારની રાત્રે બનેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાળનો કોળિયો બનેલો દિવ્યેશ ગેસ પમ્પનો કર્મચારી હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘટના બની હતી. દિવ્યેશ વરજાખન પાસેના ગેસ પમ્પથી છૂટ્યા બાદ ઘરે જઈ રહ્યો હતો. તાપી બ્રિજ ઉપર જ કોઈ અજાણ્યા વાહન ચાલકે દિવ્યેશને અડફેટે લીધા બાદ હવામાં ફંગોળી ભાગી ગયો હતો. રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા દિવ્યેશને તાત્કાલિક સારવાર માટે માંડવી રેફરલ બાદ સરદાર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાંથી સુરત સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. પરિવારે જણાવ્યું હતું કે, તેઓ વરજાખન ગામના મોરા ફળિયાના રહેવાસી છે. બે ભાઈઓમાં દિવ્યેશ નાનો ભાઈ હતો. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. બસ પોલીસ અજાણ્યા વાહન ચાલકને પકડી ન્યાય આપે એ જ અમારી માગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *