Gujarat

શાપર-વેરાવળ માં વસંતપંચમી ના દિવસે સરસ્વતિજી માતાજી ની વિશેષ પૂજા અર્ચના કરાય. 

વિક્રમ સવંત 2078 ના વર્ષ માં ગત રોજ વસંતપંચમી નું પર્વ હરસોલ્લાસ થી ઉજવણી કરાય હતી.જેમાં વસંત પંચમી ના દિવસે કોઈ પણ નવા શુભકાર્યો ની શરૂઆત કરવી પણ શુભ મનાય છે.જેમાં આં દિવસે સરસ્વતી માતાજી ના પૂજનનું પણ વધુ મહત્વ મનાય છે.
 કોટડાસાંગાણી તાલુકા ના
વેરાવળ (શાપર) એક ઇન્ડસ્ટ્રી જોન હોય જેમાં પરપ્રાતીય લોકો ઘણા વરસો થી વસવાટ કરે છે.જેમાં ઓડિસા રાજ્ય ના પરિવારો 20 વર્ષો થી શાપર-વેરાવળ ના વિવિધ વિસ્તારો માં સ્થાયી છે.ત્યારે દર વર્ષ થી સરસ્વતિ માતાજી નું પૂજા અર્ચના. આરતી હોમ હવન વગેરે કરવા મા આવે છે જેમાં સૌ પરિવારો દ્વારા સામુહિક માં દિવસ ભર માતાજી ની પૂજા અર્ચના વગેરે કરવા મા આવે છે. અને અહીંયા આ સરસ્વતી પૂજા 15 વર્ષ થી વધુ આયોજન કરવામા આવે છે જેમાં આ વખતે કોરોના ની મહામારી ના કારણે હાલ શોર્ટ કાર્યક્રમો યોજીને માતાજી ની પૂજા અર્ચના આરાધના સહીત કરવામાં આવી હતી. સાંજે સંધ્યા આરતી માં માતાજી ની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી.તેમજ શાપર ની આશ્રય હોમ્સ સોસાયટી તેમજ વેરાવળ ગામ સહીત ના વિસ્તારો માં ઓડિસા રાજ્ય ના પરિવારો દ્વારા સામુહિક એક દિવસ સરસ્વતી માતાજી ની સ્થાપના કરીને ભવ્ય આયોજનો કરાયા હતા  સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસ્ટેંન્સ રાખીને આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓડિસા ભાઈઓ દ્વારા આ સરસ્વતિ પૂજન ધર્મોલ્લાસ થી ભક્તિ ભાવ થી ઉજવણી કરવા માં આવી હતી. સાથે મોટી સંખ્યા મા લોકો પ્રસાદી લેવા જોડાયા હતા.આ આયોજનો ને સફળ બનાવવા પ્રમોદભાઇ પ્રધાન,ચંદનભાઈ પાલ.સુશીલ પરીંદા સહીતના ઓ એ ખુબ સારી એવી જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર:પંકજ ટીલાવત શાપર-વેરાવળ..

1644155221739.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *