પાકિસ્તાન
પાકિસ્તાનની ફરી અવરચંડાઈ હાલમાં જ ૨૦ ભારતીય માછીમારોને છોડ્યા બાદ ફરી પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા બે બોટો સાથે ૧૩ ખલાસીનું અપહરણ કર્યું છે જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદરની હોવાનું જાણવા મળે છે બોટોનાં અપહરણનાં પગલે માછીમારોમાં રોષ જાેવા મળે છે. પોરબંદરનાં માછીમાર અગ્રણી મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે મેરાજ અલી નામની ફિશિંગ બોટ ૭ ખલાસીઓ સાથે તથા અલ અહદ બોટ૬ખલાસીઓ સાથે ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહી હતી. તે દરમ્યાન પાક મરીનની પેટ્રોલિંગ શીપ અચાનક ત્યાં આવી ચડી હતી અને બંદુકનાં નાળચે બન્ને બોટો તથા તેમાં સવાર ૧૩ ખલાસીઓનું અપહરણ કરી કરાચી તરફ્ લઇ જવાયા હતા. જેમાં એક બોટ પોરબંદરની હોવાનું અને ઓખાથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળે છે. જયારે બીજી બોટ ઓખાની છે તથા તેમાં સવાર ખલાસીઓ વલસાડ, ઉના તથા ગીરસોમનાથ પંથકનાં હોવાનું જાણવા મળે છે. હાલમાં પાક મરીન દ્વારા અપહરણ કરાયેલા ૬૦૦થી વધુ માછીમારો અને અબજાેની કીમતની ૧૨૦૦થી વધુ ફિશિંગ બોટ પાક નાં કબ્જામાં છે જેથી વહેલી તકે બોટો તથા માછીમારો ને મુક્ત કરાવવા સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
