Gujarat

દાંતીવાડાના ધાનેરીમાં વૃદ્ધની અંતિમવિધિ અટકાવતા લાશ રઝળી

 

દાંતીવાડા
દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં રહેતા તેજાભાઈ બઢિયા (દલિત) (ઉં.૮૫) નું અવસાન થયું હોવાથી તેમના મૃતદેહને ગામના સ્મશાનમાં અંતિમવિધી માટે લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન ધાનેરી ગામના જ કેટલાક શખ્સોએ સ્મશાનના ગેટ આગળ કાર ઉભી કરી હતી અને તેજાભાઈના મૃતદેહની અંતિમવિધી અટકાવી દીધી હતી. અને સ્મશાન પોતાનું હોવાનું જણાવ્યું હતું. દલિત સમાજના લોકોને સ્થળે વૃદ્ધની અંતિમક્રિયા ન થવા દેતા પરિવારજનો બે કલાકથી લાશને ટ્રેક્ટરમાં લઈને રસ્તામાં બેસી રહ્યા હતા. દલીત સમાજના અગ્રણી દલપતભાઈ ભાટિયાને થતા તાબડતોડ ધાનેરી ગામે પહોંચ્યા હતા અને આ અંગે વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. આખરે સ્થાનિક પોલીસ ઉપસ્થિતિમાં સમાજના લોકો સાથે ચર્ચા હાથ ધરી વૃદ્ધની અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતદેહને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દફન વિધિ કર્યા બાદ મોટી સંખ્યામાં દલિત સમાજનું ટોળું આગેવાનો સાથે દાંતીવાડા પોલીસ મથકે આવી પહોંચી ન્યાયની માંગ કરી હતી. જાેકે સાંજ સુધી પોલીસ ફરિયાદ ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે દલિત વૃદ્ધનું મોત થતાં હિન્દુ સમાજના સ્મશાનમાં જતાં હતા તે વખતે ગામના કેટલાક અસામાજિક તત્વોએ લાશને સ્મશાનમાં જતાં અટકાવી હતી. અને કહ્યું કે આ સ્મશાન અમારું છે તેમ કહી બે કલાક સુધી મૃતદેહ ટ્રેકટરમાં રઝળતો રહ્યો હતો. જે બાદ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ધાનેરી ગામના ૮૫ વર્ષીય દલિતના મૃતદેહને સ્મશાન ગૃહમાં ન પ્રવેશવા દેતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી. હાલ સુધી ફરિયાદ દાખલ થઈ નથી તેમને સમાધાનની ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *