National

પાકિસ્તાની સુપર લીંગમાં સસરા શાહીનની જમાઈ શાહિદ સામે જીત

પાકિસ્તાન
પાકિસ્તાન સુપર લીગમાં સસરા અને જમાઇની વચ્ચે જંગ ચાલી રહી હતી. જી હા લાહોર કલંદરના કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને ક્વેટા ગ્લેડિયટર્સના સ્ટાર ખેલાડી શાહિદ આફ્રિદી. એક પાકિસ્તાનના વીતેલા જમાનાના સ્ટાર અને બીજા આવનારા સમયના સુપરસ્ટાર. બંને ખેલાડીઓનો મુકાબલો ભલે બેટ-બોલના સમયે ના થયો હોય પરંતુ બંનેની ટીમોમાં જબરદસ્ત ટક્કર જાેવા મળી. શાહિદ આફ્રિદીની દીકરી અક્સાની સગાઇ શાહીન આફ્રિદીની સાથે થઇ ચૂકી છે. ગયા વર્ષે જ આફ્રિદીએ પોતે જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ બંનેના લાગ્ન પણ થઇ શકે છે. શાહિન આફ્રિદી છેલ્લાં એક-બે વર્ષમાં પાકિસ્તાન માટે મોટો સ્ટાર બનીને ઉભર્યો છે. ટી-૨૦ વર્લ્‌ડકપમાં તેના શાનદાર પ્રદર્શન, આઇસીસીમાંથી મળેલા ઍવૉર્ડ સતત તેમનું કદ વધારી રહ્યા છે. જાે મેચની વાત કરીએ તો બંને ખેલાડીઓને કોઇ વિકેટ મળી નથી. શાહિદ આફ્રિદીએ ત્રણ ઓવર નાંખી અને ૨૫ રન આપ્યા જેમાં તેમણે કોઇ વિકેટ લીધી નથી. જવાબમાં શાહીન આફ્રિદીએ પણ ૪ ઓવરમાં ૪૦ રન આપ્યા. બેટિંગના સમયે પણ શાહિદ આફ્રિદીને તક મળી નથી. જાે પરિણામોની વાત કરીએ તો સસરા શાહિદ અફરિદીની ટીમને જીત મળી જ્યારે જમાઇ શાહીન આફ્રિદીને હારનો સામનો કરવો પડ્યો. લાહોર કલંદરે પહેલાં બેટિંગ કરતાં ૨૦૪ રનનો ઢગલો કર્યો. ફખર જમાને ૭૦ રનની જબરદસ્ત ઇનિંગ્સ રમ્યા. પરંતુ ક્વેટાની તરફથી જેસન રૉયે તોફાની સદી ફટકારી દીધી અને ટીમને જીત અપાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *