Maharashtra

આરસીબી જેસન હોલ્ડર ખેલાડીને ખરીદ્યાવ કરોડો ખર્ચ કરવાની તૈયારી

મુંબઈ
ઇઝ્રમ્એ ૈંઁન્ ૨૦૨૨ની હરાજી પહેલા વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ઇઝ્રમ્ હજુ સુધી ૈંઁન્ ટાઈટલ જીતી શક્યું નથી. ૈંઁન્ ૨૦૨૧ દરમિયાન વિરાટ કોહલીએ ઇઝ્રમ્ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ ફ્રેન્ચાઈઝી જેસન હોલ્ડર માટે ૧૨ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. વિન્ડીઝના આ ખેલાડીમાં ઓલરાઉન્ડ ક્ષમતા છે અને તે બેટિંગ અને બોલિંગ બંનેમાં અદ્દભૂત છે. આવી સ્થિતિમાં, તે જે પણ ટીમનો ભાગ બનશે તે ઘણી મદદ કરશે. હોલ્ડર છેલ્લી બે સિઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતો. તે આ ટીમ સાથે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સંકળાયેલો હતો. પણ પછી તે પોતાની રમતથી મુખ્ય ખેલાડી બની ગયો. ૈંઁન્માં હંમેશા ઓલરાઉન્ડરોની માંગ રહે છે. છેલ્લી કેટલીક સીઝનથી જાેવા મળી રહ્યું છે કે ઓલરાઉન્ડર ખેલાડીઓ સૌથી મોંઘા સાબિત થાય છે. ફ્રેન્ચાઈઝીની નજીકના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું, “બેન સ્ટોક્સ ઉપલબ્ધ નથી, હાર્દિક પંડ્યા અને માર્કસ સ્ટોઈનિસ અન્ય ટીમમાં જાેડાયા છે. તમે હાલમાં મિશેલ માર્શ વિશે એ નથી જાણતા કે તે ઈજાના કારણે આખી ૈંઁન્ રમી શકશે કે કેમ, જાે તમે રેકોર્ડ પર નજર નાખો તો હોલ્ડરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબી તેના માટે મોટી બોલી લગાવી શકે છે અને અન્ય ટીમો પણ આવું કરી શકે છે. જેસન હોલ્ડરે ૨૦૧૩માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી ૨૬ મેચ રમી છે અને ૩૫ વિકેટ લીધી છે. તેણે છેલ્લી બે સિઝનમાં ૨૬માંથી ૧૫ મેચ રમી છે. આ ૨૯ વર્ષીય ખેલાડીને શરૂઆતના વર્ષોમાં ૈંઁન્માં વધારે તક મળી ન હતી પરંતુ હવે તેની રમતમાં ઘણો સુધારો થયો છે.વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર ૈંઁન્ ૨૦૨૨ ની હરાજી દરમિયાન મોટી રકમનો વરસાદ કરી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ ખેલાડીને પોતાની સાથે લેવા માટે ભરપૂર પ્રયાસ કરી શકે છે. તે ટીમના સુકાની પદના દાવેદારોમાંનો પણ એક છે. આવી સ્થિતિમાં જેસન હોલ્ડર ૈંઁન્ ૨૦૨૨ના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક બની શકે છે. જેસન હોલ્ડર અત્યાર સુધી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોનો ભાગ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *