Gujarat

કડા ખાતે શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ નો સમુહ લગ્નોત્સવ યોજાયો

– ૩૭ બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ થી મુજબ જનોઈ ધારણ કરી
– ૧૮ નવદંપતીઓએ પ્રમુખતામા પગલા પાડયા
– કોરોનાની ગાઇડ લાઇન નુ ચુસ્ત પણે પાલન કરવામા આવ્યુ હતુ
– કમુબા સંકુલ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
– બે દિવસીય કાર્યક્રમ યોજાયો

શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સમુહ લગ્ન તથા ઉપનયન સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમા ૩૭ બટુકોએ  શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ ધારણ કરી હતી તો ૧૮ દંપતીઓએ પ્રભુતા મા પગલા પાડયા હતા

મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના માણેકપુરા પાટીયા પાસે આવેલ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શ્રી શિવ શક્તિ સેવા મંડળ , મુંબઈ કમુબા સંકુલ તપોધન ભૂમિ ખાતે કમુબા સંકુલ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ આયોજિત ૨૯ મો સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ યોજાયો હતો જેમા હાલ ચાલી રહેલ કોરો નાની ગાઇડ લાઇન મુજબ લિમિટેડ સંખ્યામા સમુહ લગ્નોત્સવ નુ આયોજન સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ત્રણ પાટ પાડવામા આવ્યા હતા જેમા તારીખ ૬|૨|૨૦૨૨ ને રવિવાર નારોજ સમાજ સંકુલ ખાતે ઉપનયન  સંસ્કાર વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી બાવીસ ગામોમાંથી ૩૭ બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ જનોઈ ધારણ કરી હતી તો ૭|૨|૨૦૨૨ ને સોમવાર ના રોજ કોરોના ની ગાઈડ લાઈન મુજબ સવાર-સાંજ બે પાટ એમ નવ-નવ બે ભાગ મા સમુહ લગ્ન યોજાયા હતા જેમા સવારે નવ દંપતીઓએ પ્રભુતા મા પગલા પાડયા હતા અને સાજે નવ દંપતીઓએ પ્રભુતા મા પગલા પાડયા હતા જેમા ભોજન ના દાતા સ્વ.લીલાવતી બેન ગંગારામ કુબેરદાસ રાવલ પરિવાર શાહપુર વડ જયારે સમગ્ર સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ નુ આયોજન કમુબા સંકુલ સમુહ લગ્નોત્સવ સમિતિ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ ના રાવલ શૈલેષભાઇ લશ્મણદાસ  , રાવલ વિનુભાઇ છોટાલાલ  , રાવલ હસમુખભાઇ કાન્તીલાલ  , રાવલ નર્મદભાઇ અંબાલાલ  , રાવલ મહેશભાઇ ગણપતરામ  , રાવલ રવિભાઇ અંબાલાલ  , રાવલ દિલીપભાઇ ચંદુલાલ  , રાવલ હિતેન્દ્રભાઇ હરગોવિંદદાસ દ્રારા કરવામા આવ્યુ હતુ તો સમાજ ના લોકોએ પણ સરકાર ની કોરોનાની ગાઇડ લાઇન મુજબ સમુહ લગ્નોત્સવ મા જોડાયા હતા તો સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ગાઇડ લાઇન મુજબ સમુહ લગ્નો યોજાયા હતા તો સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા સમાજ ના લોકો નો સાથ સહકાર મળી રહેતા લોકોનો આભાર વ્યક્ત કર્યો

umang-raval.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *