Gujarat

રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ પાર્ક કોંગ્રેસે લોકો માટે ખુલ્લો મુક્યો

અમદાવાદ
ભાજપના નેતાઓ પાસે આ સ્પોર્ટ્‌સ પાર્કને ખુલ્લું મુકવા માટે સમયનો અભાવ હોવાથી તેઓએ જાતે જ શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. રમત-ગમતમા રસ ધરાવતા લોકોને મનોરંજન મળી રહે તેમજ ભવિષ્યમાં અમદાવાદમા મોટા સ્પોર્ટ્‌સ આયોજનને ધ્યાનમા લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વમાં શાહપુર પાસે અને પશ્ચિમમાં પાલડી એનઆઈડી પાછળ એમ બે સ્પોર્ટસ પાર્ક ઉભા કરાયા છે. રૂ. ૨૪ કરોડના ખર્ચે વિવિધ રમતોનો સમાવેશ કરતું રિવરફ્રન્ટ સ્પોર્ટ્‌સ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી ભાજપના સત્તાધીશો ફિનિશીંગ કામ બાકી હોવાના બહાને આ સ્પોર્ટ્‌સ પાર્ક શરૂ કરતાં ન હતા. જાે કે ખરેખર આ સ્પોર્ટ્‌સ પાર્ક ચલાવવા માટે ભાજપના નેતાઓમાં પોતાના માનીતાને કોન્ટ્રાકટ આપવા માટેની ખેંચતાણમાં શરૂ કરવામાં આવતો ન હતો. આજે વિપક્ષે આ સ્પોર્ટ્‌સ પાર્ક શરૂ કરી અને લોકો માટે ખુલ્લું મુક્યું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સ્પોર્ટસ પાર્ક બનાવવામાં આવ્યા છે છેલ્લા એક મહિનાથી આ સ્પોર્ટ્‌સ પાર્ક બનીને તૈયાર હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા શરૂ કરવામાં આવ્ય ન હતા વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ સાથે પાલડી એનઆઈડી પાસે બનેલા સ્પોર્ટ્‌સ પાર્કને ખુલ્લું મૂક્યું હતું. તેઓએ જાતે રીબીન કાપી અને ત્યાં મુકવામાં આવેલા સાધનો પર બેસી કસરત કરી અને કોમ્પ્લેક્ષ ખુલ્લું મૂક્યું હતું.

Riverfront-Sports-Park.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *