મોરબી
મોરબીના શોભેશ્વર રોડ વાણીયા સોસાયટીમાં રહેતા ટ્રક ટ્રાન્સપોર્ટના ધંધાર્થી છગનભાઇ ડાકી પોતાના વતન આદિત્યાણા માતાજીના દર્શન કરવા જતાં ઘેર પુત્ર એકલો જ હોય રાત્રીના સમયે વાંચવા માટે ઘરના ઉપરના માળે જઈ ત્યાં જ સુઈ ગયો હતો. મોડી રાત્રીના દોઢ વાગ્યા બાદ તસ્કરોએ મકાનના નીચલા માળના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની આ ઘટનામાં ટ્રક ટ્રાન્સપોર્ટરના ધંધાર્થીના પુત્ર અનીલભાઇ છગનભાઇ ડાકીએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે રાત્રીના દોઢ વાગ્યા સુધી અભ્યાસ કર્યા બાદ સુઈ જતા પાછળથી મકાનના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમોએ ઘરની તિજાેરીમાં રાખેલા રૂપિયા ૫.૩૪ લાખ રોકડા તેમજ રૂપિયા ૮૦૦૦ની કિંમતના ચાંદીના છડા ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી વાણીયા સોસાયટીમાં તસ્કરો ઘરધણીને સુતા રાખી આરામથી રૂપિયા ૫.૩૪ લાખની રોકડ અને ચાંદીના છડા સહિત ૫.૪૨ લાખની માલમતા ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે.

