જેતપુર નજીક જેતલસર પાસે વાડીમાં ચલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોની ધરપકડ કરી રૂ.1 લાખની રોકડ સહીત રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર શેહેર તેમજ તાલુકામાં જુગારની બદી દુર કરાવા એસ.પી.બલરામમીણાની સુચનાથી એલ.સી.બી. પી.આઇ. અજયસિંહ આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે જેતલસર ગામમાં રહેતો રસીક ઠુંમર પોતાની વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચલાવતો હોય જે આધારે એલ.સી.બી.ની દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષીએ રસીકઠુંમરની વાડીમાં જુગાર અંગેની રેડ કરતી તીનપતીનો જુગાર રમતા ભીખુ મેરામભાઇ ખાચર (રહે. ડોબરીયા વાડી) કલ્પેશ પ્રવિણભાઇ સાવલીયા (રહ. બોરડી સમઢીયાળા) દિનેશ ધનજીભાઇ વાલાણી (રહે. વેકરીયા નગર) દિલીપ પરી (ધોરાજી રોડ) રમેશચંદ્ર નેભનદાસ નથવાણી (રહે.બગીચા સામે ભગવતી હાઇટસ) તથા વાડી માલીક રસીક શીવાઠુંમરને રોકડા રૂા.૧,૦પ લાખ મોબાઇલ-૬ કિ. રૂા. ૩પ,પ૦૦ મળી કુલ રૂા. ૧,૪૦,પ૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી તાલુકા પોલીસને સોંપી આપેલ.
હરેશ ભાલીયા જેતપુર

