Gujarat

ખેડૂત વેપારી ને 5 લાખ 40 હજાર ની નકલી નોટો પધરાવી છેતરપીંડી કરનાર વડોદરા નો કુખ્યાત અનિલ ઉર્ફે એંથોની મુલચંદ ગંગવાની ને છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરી છે. એંથોની સામે હત્યા, ખંડણી, અપહરણ સહિતના 30 થી વધુ ગુના નોંધાયેલા છે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ના ખેડૂત વેપારી લાલુભાઈ ગમતીયાભાઈ પાસેથી એંથોની એ પ્રથમ બમણા ભાવ ના રૂપિયા 50 હજાર રોકડા આપી ભૂસાની ખરીદી કરી વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ 5 લાખ 40 હજાર 500 નો ભૂસો ઉધાર માં ખરીદયો. લાલુભાઈ એ પૈસા ની ઉઘરાણી કરતાં એંથોની એ રાત્રે ગામે જઈ 500 ની 1081 ડુપ્લીકેટ ચલણી નોટો પધરાવી ફરાર થઇ ગયો. ખેડૂત વેપારી ને નોટો નકલી હોવાનું ખબર પડતાં પગ નીચે થી જમીન ખસકી ગઈ અને જ્યારે એંથોની ને ફોન ઉપર વાત કરી તો એંથોની એ હું વડોદરા નો ડોન છું કહી જાન થી મારી નાંખવાની ધમકી આપી, સમગ્ર બનાવ અંગે લાલુભાઈ એ પાનવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા છોટાઉદેપુર એસ.ઓ.જી  ની ટીમે કુખ્યાત એંથોની ની વડોદરા ખાતે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ ભાગવા જતાં એંથોનીને પગમાં ઈજાઓ પહોંચી છે. એંથોની ગંગવાની સામે આગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, પોલીસ ગિરફત માં આવેલ રીઢા ગુનેગાર એંથોની  નકલી નોટો ક્યાંથી લાવ્યો, નકલી નોટોનો કારોબાર ક્યાં અને કેવી રીતે ચાલી રહ્યો છે એને અન્ય કોણી કોણી સંડોવણી છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *