Gujarat

આજરોજ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલજી ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

આજરોજ એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલજી ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેર ભાજપ અનુ. મોરચા દ્વારા સાવરકુંડલા શહેર વોર્ડ નંબર ૭ માં બ્રાન્ચ શાળા નં. ૬ પાસે, વણકરવાસ, ઝિંઝુડા ગેટ, સાવરકુંડલા ખાતે  પુષ્પાંજલિ કાર્યક્રમ અને સ્કુલના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાજપના પાયાના નેતા અને સાવરકુંડલા નગરપાલિકાના માજી પ્રમુખશ્રી અને હાલ અમરેલી જિલ્લા ભાજપ અનુ. મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા, સાવરકુંડલા શહેર પ્રભારીશ્રી સંજયભાઈ રામાણી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, શ્રીશ્રી 1008 મહા મંડલેશ્વર પૂજય ગોવિંદગીરી બાપુ, સાવરકુંડલા શહેર અનુ. મોરચાના મહામંત્રીશ્રી લલિતકુમાર મારૂ, યુવા મોરચા પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ , ગૌતમભાઈ સાવજ ,જીલ્લા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ કન્વીનર કિશનભાઈ ત્રિવેદી, સાવરકુંડલા શહેર અનુ. મોરચાના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા, કોષાધ્યક્ષશ્રી જેરામભાઈ વાળા, બાર એસોસિએશનના મંત્રી અને શહેર ભાજપ અનુ. મોરચા કારોબારી સભ્યશ્રી જયંતીભાઈ હેલૈયા, ભાજપ કાર્યકરશ્રી બાબુભાઈ રાઠોડ, જનકભાઈ મારૂ, અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમનુ સંચાલન લલિતકુમાર મારૂ દ્વારા કરવામાં આવેલ હતું.

IMG-20220211-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *