ગત તા.૯/૨/૨૦૨૨ ના રોજ લીલીયા તાલુકા ના શેઢાવદર ગામ ની નાના લીલીયા ગામ ની ચોકડી સુધી માં ફરી કિશોરભાઈ જાદવ ભાઈ મકવાણા રહે.ડુંગર તા રાજુલા વાળા ને ગ્રે કલર ની સ્વીફ્ટ ફોરવહીલ ના ચાલક તથા તેની સાથે ના અજાણ્યા ત્રણ ઈસમો એ ફોરવહીલ માં બેસાડી ફરિયાદી ના ગળા ઉપર છરી રાખી પતાવી દેવાની ધમકી અને બિભસ્ત શબ્દો માં ગાળો આપી દઈ ધોલ ધપાટ કરી કોટ ના ખિસ્સામાં રાખેલા સોના ના દાગીના ભરેલ પ્લાસ્ટિક ની ડબ્બી જેમાં ૧૧ ગ્રામ ની એરિંગ બુટી જોડ ૧ કી રૂ ૪૦૦૦૦/- તેમજ ૫.૫ ગ્રામ ની સોના નિ સર જોડ ૧ કી રૂ.૨૦૦૦૦/- તથા ૧૦.૫ ગ્રામ નો પેન્ડલ વાળો સોના નો ચેઇન ૧ કી ૩૫૦૦૦/- મળી કુલ સોના ના દાગીના ઓનું વજન આશરે ૨૭ ગ્રામ જેની કુલ કિ.૯૫૦૦૦/-ની મતા ની લૂંટ કરી નાના લીલીયા ગામ ની ચોકડી પાસે ફરી ને ગાડીમાંથી ઉતારી નાસી જઈ ગુન્હો કરેલ
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાય સાહેબ ના ઓ એ મિલકત સંબંધી વણશોધાયેલ ગુન્હા માં અસરકારક કામગીરી કરવા ખાસ સૂચના આપેલ હોય તેમજ ના.પો અધિ. સાહેબ શ્રી જે.પી.ભંડારી તથા સર્કલ પો.ઇન્સ સા.જે.ડી.ડાંગરવાલા અમરેલી નાઓ ના માર્ગદર્શન અને સૂચના મુજબ ગઈ ગઈ બનેલ વણશોધાયેલ લૂંટ ના બનાવ આનુસંધાને સી.સી.ટી.વી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ ની મદદ થી ખાનગી રાહે હકીકત મેળવી રાજુલા રહેતા ગોપાલભાઈ ભરતભાઈ માળી(સોલકી) એ પોતાના હવાલા વાળી ગ્રે કલરની સવિફ્ટ ફોર વહીલ ગાડી જેના રજી.ન GJ-૧૮-AC-૯૫૮૩ માં ફરી ને બેસાડી લૂંટ કરેલ હોવા ની ચોક્કચ હકીકત આધારે રાજુલા મુકામે તહો.ના ઘરે થી મજકુર આરોપી ને પકડી યુક્તિ પરયુક્તિ સઘન પુછપરછ કરતા પોતે તથા અન્ય ત્રણ ઇસમોએ ગુન્હો કરેલાની કબૂલાત કરતા લૂંટ કરેલ સોના ના દાગીના આશરે કુલ કી ૯૫૦૦૦/- ના તહોમત દાર ગોપાલભાઈ ભરતભાઈ માળી(સોલંકી) પાસે થી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી મજકુર આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માં આવેલ છે
આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ નાઓ ના મિલકત સંબંધી વણશોધાયેલ ગુન્હા માં અસરકાર કામગીરી કરવા ખાસ સૂચના તથા માર્ગદર્શન હેઠળ ના.પો અધિ. શ્રી .જે.પી.ભંડારી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ શ્રી જે.ડી ડાંગરવાલા સાહેબ અમરેલી નાઓ ની સૂચના મુજબ લીલીયા પો.સ્ટે ના પોલીસ સ.ઇ.શ્રી ડી.સિ.સાકરિયા તથા સ્ટાફ એ.એસ.આઈ શક્તિસિંહ ગોહિલ હેડ.કોન્સ ભુજબલદાન ગઢવી પો.કોન્સ રમેશભાઈ સિસારા પો.કોન્સ નીકુલભાઈ શેલાણા પો.કોન્સ અનિરુદ્ધસિંહ વાજા પો.કોન્સ ગોતમભાઈ ખુમાણ નાઓ દ્વ્રારા કરવામાં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
