યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડઘુત કરી શખ્સે માર મારતા ફરીયાદ કરાય..
ઊનામાં રહેતી સગીરવયની દિકરી પર શખ્સે બાવડુ પકડી અડપલા કરી નાશી છુટ્યો હોય અને દિકરીને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડાયેલ. આ બાબતે સગીરવયની મોટી બહેનએ શખ્સ વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભીમપરા વિસ્તારમાં રહેતો ચીરાગ પરબત ચાવડા ડી. જે. વાળાએ ડો.વરૂ સાહેબના હોસ્પીટલ નજીક બાપાસીતારામના ઓટલા પાસે લગ્નમાં સગીરવય થાકી જતાં ત્યા ઉભી હતી. ત્યારે આ શખ્સે સગીરવયની દિકરી ઉ.વ.૧૬ ને ચીરાગ ચાવડા ત્યાં આવી દિકરીનું બાવડુ પકડી અડપલા કરતા આસપાસના લોકો ભેગા થઇ જતાં નરાધમ શખ્સ ત્યાથી નાશી છોટ્યો હતો. અને ભોગબનનારને શરીરના વાસાના ભાગે દુખાવો થતાં સરકારી હોસ્પીટલે તાત્કાલીક ખસેડવામાં આવેલ. આ બાબતે સગીરવયની મોટી બહેનએ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે પોસ્કો સહીત ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ
ઉનામાં રહેતા રવિ મનુભાઇ બાંભણીયા, પીલો તેમજ અજાણ્યો શખ્સે ચિરાગ પરબતભાઇ ચાવડાને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઉના પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
