Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સી.સી.રોડ નું ખાતમુહૂર્ત કરાયું

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
મહુધા નગરપાલિકા વોર્ડ નંબર ૧ તથા ૬ નાં સભ્યો ની રજૂઆત ધ્યાને લઈ ભટિયાર વાળ સી.સી.રસ્તો મહુધા નગરપાલિકા સામે શોપિંગ સેન્ટર પાછળ આવેલ મોટા તળાવ પાસે સી.સી.પગથિયાં અને પેવર બ્લોક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું  તેમજ મહુધા નગરના વોર્ડ નંબર ૬ માં આવેલ રબારી વાસ પાસે આર.ઓ.પ્લાટ તરફ જવાનો અને જુના પશુ દવાખાના તરફ જવાનો આર.સી.સી માર્ગ બનાવવા માટે સ્થાનિક સભ્યો દિપક સોઢા પરમાર,રૂપેશભાઈ રાઠોડ,ભાવનાબેન પરમાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી તે રજુઆત ધ્યાને લઈને જુદા જુદા વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક,ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ(એડવોકેટ),કારોબારી ચેરમેન નાયદાબાનું કાજી તથા નગરપાલિકા સભ્ય મન્સુરી સાકીર ભાઈ,નસીમ બાનું મલેક,ઈમરાન ભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220212-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *