Maharashtra

આઈપીએલ ઓક્શનર હ્યૂ એડમિડ્‌સ ચાલુ ઓક્શનમાં બેભાન થઈને ઢળી પડ્યા

મુંબઈ
આઈપીએલની ૧૫મી સિઝન પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓ શ્રેયસ ઐયર, હર્ષલ પટેલ સહિત નીતિશ રાણાને જેકપોટ લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટનની કમીને પુરી કરવા માટે શ્રેયસ ઐયરને ૧૨.૨૫ કરોડમાં ખરીદ્યો છે. અત્યાર સુધીમાં ઐયર સૌથી વધુ કિંમતી ખેલાડી રહ્યો હતો. હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. ૧૦.૭૫ કરોડમાં રિટેન કર્યો છે. હર્ષલ પટેલની બેઝ પ્રાઈસ રૂ. ૨ કરોડ હતી. ભારતીય ટીમના સીનિયર ખેલાડી શિખર ધવનને રૂ. ૮.૨૫ કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે મોહમ્મદ શમીને રૂ. ૬.૨૫ કરોડમાં ખરીદીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. કેકેઆરે નીતિશ રાણાને રૂ. ૮ કરોડમાં રિટેન કર્યો છે. નીતિશ રાણા ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટું નામ છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આઈપીએલ મેગા ઓક્શનના પ્રથમ સત્રમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેના નામે સૌથી વધુ આઈપીએલ ટાઈટલ છે તે બન્ને ફ્રેન્ચાઈઝ વેઈટ એન્ડ વૉચ મોડમાં જાેવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ડ્‌વેન બ્રાવોને રૂ. ૪.૪૦ કરોડમાં તેમજ રોબિન ઉથપ્પાને રૂ. ૨ કરોડમાં રિટેન કર્યા હતા. મિસ્ટર આઈપીએલ એવા સુરેશ રૈના અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્મિથ પ્રથમ દિવસે અનસોલ્ડ રહ્યા છે.આઈપીએલ મેગા ઓક્શનમાં એક દુર્ઘટના ઘટી છે. આઈપીએલ ઓક્શનર હ્યૂ એડમિડ્‌સ ચાલુ ઓક્શનમાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. આઈપીએલના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હ્યૂ એડમીડ્‌સની તબીયત લથડી હતી અને ચાલુ હરાજીમાં જ તે સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. વાનિંદુ હસરંગા માટે બોલી લાગી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. હ્યૂ એડમીડ્‌સ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. હ્યૂ એડમિડ્‌સને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હેલ્થ ઈમર્જન્સીને પગલે આઈપીએલ મેગા ઓક્શને અટકાવીને લંચ સેશનની જાહેરાત કરવામાં આવી હતી. હ્યૂને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને થોડીવારમાં હરાજી પુનઃ શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *