Gujarat

પાટણના માર્કેટયાર્ડમાં દિવેલા અને રાયડાના વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

પાટણ
ગત વર્ષે ખેડૂતોને દિવેલાના ભાવ પ્રતિ મણ ૮૦૦થી ૮૮૫ મળ્યા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતાને દેવેલાના ભાવ પ્રતિ મણ ૧૩૨૫થી ૧૩૭૬ ભાવ મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ ૩૦૦થી ૪૦૦ જેટલા ભાવ વધુ મળી રહ્યા છે અને હાલ.માં રાજ ની ૨૯૪૪ બોરી દિવેલાની આવક છે. બીજી તરફ રાઈના પાકમાં પણ ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ ૮૧૦થી ૧૨૧૦ ના ભાવ મળતા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને ૧૦૫૦થી ૧૪૫૨ ના ભાવ મળતા ખેડૂતોને પ્રતિમણ રૂ. ૨૦૦થી વધુનો ભાવ વધારો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. રાઈની હાલમાં દૈનિક ૧૦૯૧ બોરીની આવક થઈ રહી છે. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં રાઈ અને દિવેલાના પાકની છેલ્લા દશેક દિવસથી નવી આવકોની શરૂઆત થઇ છે, પરંતુ આગામી અઠવાડિયા પછી આ બંને પાકોની દૈનિક ૫ હજાર બોરી કરતા વધુ આવક થશે તેવી અમને આશા છે. હાલમાં બન્ને પાર્કમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ અને રવી સિઝનમાં દિવેલા અને રાયના પાકનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાક હવે તૈયાર થતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા દશેક દિવસથી દિવેલા અને રાયડાના પાકની નવી આવકોની શરૂઆત થઇ છે. ત્યારે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણી કરતા દિવેલા અને રાઈના પાકમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જાેવા મળી છે. જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદ અને ત્યાર બાદ શિયાળામાં થયેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો દ્વારા દિવેલા અને રાઈનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં આ બંને પાક તૈયાર થતા ખેડૂતો દ્વારા પાકની કાપણી અને દિવેલા વિણવાણીની પ્રક્રિયા ચાલી રહી છે અને છેલ્લા દશેક દિવસથી માર્કેટયાર્ડમાં આ બંને નવા પાકોની આવકોની શરૂઆત થઈ ગઈ છે.

More-price-of-Rayda.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *