વલસાડ
વલસાડ હાઇવે ઉપર રિક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં ઇનોવા કારના ચાલકે મિડલ ટ્રેક ઉપર ચાલતી રિક્ષા ન. જીજે-૧૫-એક્ષએક્ષ-૯૨૬૫ને કટ મારતા રીક્ષા થર્ડ ટ્રેક ઉપર દોડતી કાર ન. જીજે-૧૦-ડીઇ-૩૮૯૭ સાથે અથડાઈ હતી. જેને લીધે હાઇવે ઉપર રીક્ષા પલ્ટી ગઈ હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક અને રિક્ષામાં સવાર મહિલા ઇજાગ્રસ્ત થાય હતા. સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇનોવા કાર ચાલક ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માતની ઘટનાની જાણ ૧૦૮ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ૧૦૮ની ટીમે રીક્ષા ચાલક અને મહિલાને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કરણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ ધમડાચી હાઇવે ઉપર દોડતી એક ઇનોવા કારના ચાલકે રિક્ષાનો ઓવરટેક કરવાની લહાયમાં રિક્ષાને કટ મારતા રીક્ષા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાજુમાં બાજુમાં ચાલતી કાર સાથે ટકરાઈ હતી. જેને લઈને રીક્ષા પલ્ટી જતા રિક્ષામાં સવાર મહિલા યાત્રી અને રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓએ ૧૦૮ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસે ને ઘટનાની જાણ કરી હતી.


