*રાજકોટ શહેરના શહીદ ઉદ્ધમસિંહ ટાઉનશિપમાં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા પર સ્થાનિકોના દાદાગીરી અને ગેરવર્તનના આક્ષેપ.*
*રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં લોકડાઉન વચ્ચે ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું છે. રાજકોટના વોર્ડનં-૪ ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજના ક્વાટર્સનું પાણી બંધ કરાવીને દાદાગીરી કરી છે. તેના રહેવાસીઓએ કચરો નાખતા રાત્રે આવાસ યોજનામાં દારૂ પીને આવીને રહેવાસીઓને અને ત્યાં રહેતી મહિલાઓને બેફામ ગાળો આપી ધમકી પણ આપી હતી. તેના સી.સી.ટી.વી પણ સોસાયટીના રહીશોએ જાહેર કર્યાં છે. જેમાં કોર્પોરેટર પરેશ પીપળીયા લોકો સાથે બેઠેલો દેખાય છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


