અમદાવાદ
ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિએ તેની કીડની ફેઇલ્યોર પત્નીને ભરણપોષણ નહીં ચૂકવતા પતિ સામે કન્ટેમ્પટ પિટિશન કરવામાં આવી છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ઓસ્ટ્રેલિયામાં રહેતી પત્નીની બન્ને કિડની ફેલ હોવા છતા અને તેમને નાનો દીકરો હોવા છતા તેના પતિ દ્વારા તેમની કાળજી લેવામાં આવતી નથી. પત્ની ભારતમાં પાછી ફરી હતી અને ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. ફેમિલી કોર્ટે વર્ષ ૨૦૧૫માં પતિને દર મહિને દોઢ લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. તેમ છતાં પતિ ભરણપોષણ ચૂકવ્યા વગર ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. કિડની ફેઇલ્યોર પત્નીને મેડિકલ સારવાર માટે પણ પતિ નાણા ચૂકવતો નહોતો. કોર્ટના આદેશ બાદ પણ નાણાં નહીં ચૂકવતા પત્નીએ કરેલી કન્ટેમ્પટ અરજીમાં સિનિયર કાઉન્સિલર જાલ ઉનવાલાએ એવી દલીલ કરી હતી કે, ૨૦૧૩માં ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અરજી કરી હતી. પત્ની તરફથી એવી દલીલ કરાઇ હતી કે તે બાળકને જન્મ આપવા ભારત આવી હતી. પ્રિમેચ્યોર ડિલિવરી સમયે પત્નીની કિડની ફેલ થઇ હતી. હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચે રિ-યુનિયન માટે બન્ને તરફે એડવોકેટને પ્રયત્ન કરવા આદેશ કર્યો હતો. ફેમિલી કોર્ટે દર મહિને દોઢ લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. પત્નીને દર સપ્તાહે ડાયાલિસિસ કરવાનો ખર્ચ આવે છે તે ઉપરાત તેમનો ૧૧ વર્ષનો દીકરો છે બન્નેમાંથી કોઇને ભરણપોષણ આપવામાં નહીં આવતા પત્નીની સ્થિતિ દયનીય છે. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે પતિનો ઓસ્ટ્રેલિયામાં જે પગાર છે તેની ૩૦ ટકા રકમ તેની પત્નીને ચૂકવવી જાેઇએ. ૩ સપ્તાહમાં ૧૦૩ સપ્તાહના નક્કી કરેલા ભરણપોષણના નાણાં આજે ને આજે જ ચૂકવવા પતિને આદેશ કર્યો છે.


