સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે રાજ્ય સરકારશ્રી તરફ થી રૂ. ૩ કરોડ ૧૨ લાખની નાણાકીય જોગવાઈ સાથે મંજુર કરવામાં આવેલ નેસડી-ચરખડીયા ૫. ૦૦ કી. મી. નોન પ્લાન રોડનું ખાતમુહુર્ત અમરેલીના લોકલાડીલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખો શ્રી સુરેશભાઈ પાનસુરીયા અને શ્રી શરદભાઈ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણલાલ વેકરીયા, સા. કુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલીયા, તાલુકા મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ભુવા, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી શરદભાઈ ગૌદાણી, શ્રી લાલભાઈ મોર અને શ્રી રાહુલભાઈ રાદડિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલિતભાઈ બાળધા, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્યો શ્રી જીતુભાઈ કાછડીયા, શ્રી મુકેશભાઈ મહીડા, શ્રી રસિકભાઈ ચાંદગઢીયા અને શ્રી દેવચંદભાઈ સાવલીયા, તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, ભાજપ અગ્રણી શ્રી સંજયભાઈ બરવાળીયા, સરપંચ શ્રી કરશનભાઈ વઘાસીયા, પૂર્વ સરપંચ શ્રી હિંમતભાઈ ગેવરીયા, ન. પા. સભ્યો શ્રી કિશોરભાઈ બુહા અને શ્રી ભૂપતભાઈ પાનસુરિયા, શ્રી કાળુભાઈ કાછડીયા, શ્રી ચતુરભાઈ કાછડીયા, શ્રી ભનુભાઈ ચોવટિયા અને શ્રી મુકેશભાઈ ધાનાણી સહીતના પદાધિકારીશ્રીઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.. આમ હવે નેસડીથી ચરખડીયા જવાનો આ માર્ગ સુંવાળો બનશે..


