તેજગઢ માં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા તથા વર્ષોજૂની પાઇપલાઇનના કારણે ગ્રામજનો તકલીફનો સામનો કરી રહી હતી 2017 થી તેજગઢ ના સરપંચ નરસિંહભાઈ રાઠવા દ્વારા સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો કરતા અંતે સફળતા મળી હતી ગુજરાત સરકારના નલ સે જલ યોજના મિશન હેઠળ 1,16,28.255(એક કરોડ સોલ લાખ અઠ્ઠાવીસ હજાર બસો પંચાવનની) ગ્રાંન્ટ ની વહીવટી મંજૂરી મળતાં આજરોજ ખાતમુહૂર્ત પંચાયત વારિગૃહ ખાતે કરવામાં આવ્યું હતું મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ તેજગઢ ના 1412 ઘરો ને પાણી મળશે અનેક વિસ્તારોને આ યોજના હેઠળ આવરી લઈ પાણી પહોંચાડવામાં આવશે તેમ જ વિસ્તારના ગરીબ લોકોને મુશ્કેલી દૂર થાય અને પ્રજા ફુલમ ફુલ્લા અને તુમબમ તુમ્મબા થાય એવી ભગવાનને પ્રાર્થના કરી વહેલી તકે કામ પૂર્ણ કરી પ્રજાને લાભ મળે તેવું જણાવ્યું હતું તેમજ વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેજગઢમાં વિકાસના કામો ઝડપથી થશે ગામમા ટુંક સમયમા એલીડી લાઇટો પણ લાગસે સાથે ગામજનો નો સહકાર માગ્યો હતો આભારવિધી માજી સરપંચ વિક્રમભાઈ રાઠવાએ કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


