Gujarat

સરકારી કચેરી, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતી લખાણ ફરજિયાત ગુજરાતના ૮ મહાનગરોમાં સ્કુલ-કોલેજાે, સિનેમા-રેસ્ટોરાં સહિતના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત

અમદાવાદ
ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે એને જાળવી રાખવા આ મહત્ત્વનો ર્નિણય સાબિત થશે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જાેઈએ. રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે, જેનો અમલ ૮ મહાનગરમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે.૨૧ ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે. ત્યારે રાજ્યમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માતૃભાષા દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આવકારદાયક ર્નિણય લેવામાં આવ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ અંગે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની ૮ મનપાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળ પરનાં બોર્ડ ગુજરાતીમાં લખવાના રહેશે. સરકારી કંપની, હોટલ, સ્કૂલ અને મોલનાં બોર્ડ ફરજિયાતપણે ગુજરાતીમાં લખાણ લખવાનાં રહેશે, એવો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેન્ક્‌વેટ અને બાગ-બગીચા પર ફરજિયાતપણે ગુજરાતીમાં લખેલાં બોર્ડ રાખવાનાં રહેશે. તદુપરાંત રાજ્યનાં તમામ સરકારી કાર્યાલયોમાં તેમજ જાહેર સ્થળો પરની સૂચના, જાણકારી અને દિશાનિર્દેશ પણ ગુજરાતીમાં જ લખવાનાં રહેશે. રાજ્યનાં આઠ મહાનગરમાં ગુજરાતીના મહત્તમ ઉપયોગને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી આઠ મનપાનાં ગ્રંથાલય, બાગ-બગીચા અને સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવી છે. અત્યારસુધીમાં આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલાં બોર્ડ જાેતાં હતાં, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જાેવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે એને જાળવી રાખવા આ મહત્ત્વનો ર્નિણય સાબિત થશે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે, જેનો અમલ ૮ મહાનગરમાં તમામ સરકારી કચેરીઓ અને પરિસરમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *