Maharashtra

મુંબઈ લોકલ એસી ટ્રેનનું ભાડું ટુંક સમયમાં ઘટશે ઃ અશ્વિની વૈષ્ણવે

મુંબઈ
મુંબઈ લોકલ એસી ટ્રેનના ભાડામાં ઘટાડો થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના સંકેતો આપ્યા છે. એસી લોકલ ટ્રેનને વધુ ભાડાને કારણે મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. હાલમાં મધ્ય રેલવે પર ૧૦ ફેરી શરૂ છે. આજથી (૧૯ ફેબ્રુઆરી) વધુ ૩૪ રાઉન્ડ શરૂ થયા છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ મેળવવા માટે સરકારે એસી લોકલના ભાડામાં ઘટાડો કરવાની જરૂરિયાત સમજી છે. આવી સ્થિતિમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે ભાડાનો દર એ રીતે રાખવામાં આવશે કે જેથી રેલવે મુસાફરો માટે તેમનો ખર્ચ ઉઠાવવામાં સરળતા રહે. આ ઉપરાંત તેમણે એવી ખાતરી પણ આપી હતી કે થાણે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. થાણે રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત થાણે અને દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનનું ઉદ્‌ઘાટન અને ૩૬ નવી લોકલ ફેરીઓ વધારવાના કામને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ૩૬ લોકલ ફેરીમાંથી ૩૪ એસી ટ્રેનોની ફેરી હશે. આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા રેલવે મંત્રીએ એસી લોકલનું ભાડું ઘટાડવાનો સકારાત્મક જવાબ આપ્યો હતો. રેલવે મંત્રીએ કહ્યું કે ભાડું ઘટાડવાનો મુદ્દો રેલવે બોર્ડ સમક્ષ છે. મેટ્રો રેલવેના ભાડાની સરખામણીમાં તેનો દર કેટલો હોવો જાેઈએ તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. થાણે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ પણ છેલ્લા કેટલાક વર્ષોથી પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે માત્ર ચર્ચા જ નહીં, આ વખતે રિડેવલપમેન્ટ નક્કર અને યોગ્ય દિશામાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે થાણે સ્ટેશનને ઐતિહાસિક રૂપ આપવામાં આવશે. મધ્ય રેલવેમાં આજથી (૧૯ ફેબ્રુઆરી) ૩૬ નવી લોકલ ફેરી શરૂ થઈ રહી છે. આ ૩૬ ફેરીમાંથી ૩૪ એસી લોકલ ફેરી છે. આ લોકલ ટ્રેનો સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ, ટિટવાલા સુધી દોડશે. આ સિવાય ૨ નોન એસી એટલે કે સામાન્ય લોકલ ટ્રેનો છે જે કુર્લાથી ઝ્રજીસ્‌ અને ડોમ્બિવલીથી દાદર સુધી દોડશે. હવે જાેવાનું એ છે કે રેલવે બોર્ડ એસી લોકલ ટ્રેનના ભાડામાં કેટલો ઘટાડો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *