Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ૧,૫૮,૫૬૫  બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે

છોટાઉદેપુર: તા. ૧૯:
 આગામી તા. ૨૭/૦૨/૨૦૨૨ થી તા. ૦૧/૦૩/૨૦૨૨ સુધી ત્રણ દિવસ નેશનલ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૧,૮૫,૫૬૫ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે.
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી તરફથી મળતી વિગતો અનુસાર નેશનલ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તા. ૨૭/૦૨/૨૦૨૨ના રોજ આરોગ્ય વિભાગના ૧૮૨૭ જેટલા કર્મચારીઓ દ્વારા ૭૬૫ બુથ તેમજ ૩૦ ટ્રાન્સઝીટ ટીમ અને ૪ મોબાઇલ ટીમ દ્વારા પ્રથમ દિવસે રવિવારના રોજ દરેક ગામમાં પોલીયો બુથ પર સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી પીવડાવવામાં આવશે. જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર પણ પોલીયો બુથ ઉભું કરવામાં આવશે. ત્યાર બાદ બીજા અને ત્રીજા દિવસે બાકી રહી ગયેલા ૦ થી ૫ વર્ષના બાળકોને આરોગ્યની ટીમો ઘરે ઘરે જઇને પોલીયો રસીના ટીપા પીવડાવશે એમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *